તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકનું વિતરણ:દહેગામ તાલુકામાં તાઉતે વાવાઝોડામાં 25 અસરગ્રસ્તોને 6. 50 લાખ સહાય ચૂકવાઈ

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકામાં વાવાઝોડાના કારણે નુકસાન પામેલા મકાનોના અસરગ્રસ્તોને સહાયના ચેકનંુ વિતરણ કરાયું હતુ. - Divya Bhaskar
દહેગામ તાલુકામાં વાવાઝોડાના કારણે નુકસાન પામેલા મકાનોના અસરગ્રસ્તોને સહાયના ચેકનંુ વિતરણ કરાયું હતુ.
  • કાચાં-પાકાં મકાનોમાં થયેલા નુકસાન સામે ચેકનું વિતરણ કરાયું

દહેગામ તાલુકામાં તાઉતે વાવાઝોડા અને વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી ઉપરાંત મકાનોને નુકસાન પહોંચ્યું હતું જે નુકસાનીના સરવે બાદ સરકાર દ્વારા વિવિધ ગામોના 25 અસરગ્રસ્તો માટે6,50,100ની રકમ મંજૂર કરાતા તાલુકા પંચાયત કચેરી ખાતે અસરગ્રસ્તોને ચેક વિતરણ કરાયા હતા.

દહેગામ તાલુકામાં વાવાઝોડા અને વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થવા ઉપરાંત તાલુકાના ધારિસણા,ધણીયોલ, નાંદોલ સાણોદા, બાબરા, વાસણા સોગઠી, બારીયા બારડોલી, દેવકરણના મુવાડા,અરજણજીના મુવાડા, વેલપુરા,લવાડ,પીંપલજ, હરસોલી,જાલીયામઠ અને પાલુન્દ્રા ગામે કાચા-પાકા મકાનો અને દિવાલો તુટી પડતા સ્થાનિકોને અસરો થઇ હતી

આ અંગે કરવામાં આવેલા સરવે બાદ રાજ્ય સરકાર દ્વારા તાલુકાના 25 અસરગ્રસ્તો માટે કુલ 6,50,100ની રકમ મંજૂર કરાતા સોમવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ નેહાબેન કેતનકુમાર પટેલ તેમજ TDO રૂબીસિંગ રાજપૂતના હસ્તે અસરગ્રસ્તોને સહાય ચેકનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...