તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાલૈયા પાસે શોપિંગ સેન્ટરમાંથી 6 હજાર લીટર ઓઇલ પકડાયું

દહેગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી
  • મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમને બોલાવી જથ્થો સીઝ કરવામાં આવ્યો, જાણવાજોગ નોંધ કરવામાં આવી

દહેગામ પોલીસે 6 હજાર લીટર બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે. દહેગામ બાયડ રોડ ઉપર રૂદ્રાક્ષ કોમ્પલેક્સમાં આવેલી દુકાન નં.19 તથા 21 ખાતે શક્તિ કૃપા ટ્રાન્સપોર્ટની જગ્યા ઉપર બેઝ ઓઈલનું બિન અધિકૃત વેચાણ થતું હોવાની બાતમી પીએસઆઈને મળી હતી.

આ અંગેની જાણ દહેગામના મામલતદાર એચ.એલ.રાઠોડને કરતા તેઓ પુરવઠા મામલતદાર સહિતની ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતાં. સ્થળ પરથી એક નોઝલ ટેંકર બંધ બોડીનું કિંમત,1,00,00 ટેન્કરની મશીનરીની કિંમત રૂ 1,00,000 તથા ટેંકરમા મળી આવેલ બેઝ ઓઈલનો જથ્થો એક હજાર લીટર કિંમત 72,000 ગણી તથા એક મહિંદ્રા કંપનીની ટ્રક કિંમત 2,50,000 અને તેની મશીનરીની કિંમત 3,50,00 તથા ટેંકરમાથી મળી આવેલ ત્રણ હજાર લીટર બેઝ ઓઈલની જેની કિંમત 2,16,000 થાય છે.

અશોક લેલન્ડ ટ્રક કિ રૂ-7,50,00 તથા તેમાં મળી આવેલ એક હજાર લીટર બેઝ ઓઈલની કિ 72 હજાર તથા દુકાન નં.21મા મળી આવેલા એક હજાર લીટરની ક્ષમતા વાળા પ્લાસ્ટીકના છ ટાંકામાં રૂ-18,000 તથા છ પ્લાસ્ટીકના ટાંકા પૈકી બે ટાંકામાથી મળી આવેલ બેઝ ઓઈલનો જથ્થો એક હજાર લીટર તથા પતરાના ખાલી પીપ નંગ-13 કિંમત 6,500 નો મળી કુલ 4,32,000નું બેઝ ઓઈલ મળી આવ્યું હતું. પોલીસે તે દુકાનમાં મળી આવેલ કિરણકુમાર કરશનભાઈ પટેલ (રહે- વાસ્તુપૂજા સોસાયટી દહેગામ) પાસે બેઝ ઓઇલના બીલો સંદર્ભે પૂછપરછ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...