ચોરીના બનાવોથી ચિંતા:દહેગામમાં શિક્ષકના ઘરમાંથી 50 હજાર રોકડાની ચોરી

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂર્યકેતુ સોસાયટીમાં શિક્ષકના ઘરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. - Divya Bhaskar
સૂર્યકેતુ સોસાયટીમાં શિક્ષકના ઘરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
  • શિક્ષક ચૂંટણીની ફરજ પર અને પરિવારજનો મતદાન કરવા ગયા હતા
  • શિક્ષકના પુત્ર ભાવિકે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી: શહેરમાં વધતા ચોરીના બનાવોથી ચિંતા

દહેગામની સૂર્યકેતુ સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના ઘરના દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી પચાસ હજાર રૂપિયાની રોકડ અને પાંચ જેટલા ચાંદીના સિક્કા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોવાનો બનાવ શિક્ષક ચૂંટણી ફરજ બજાવવા ગયા અને પરિવારજનો મતદાન કરવા ગયા તે સમયે બનવા પામ્યો હતો.

શહેરની સૂર્યકેતુસોસાયટીમાં રહેતા શિક્ષક હસમુખભાઈ પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવવા ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો મતદાન કરવા વતનમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરનાં દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાથી પચાસ હજાર તેમજ પાંચ ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા હોવાનો બનાવ બનતા હસમુખભાઇ પુત્ર ભાવિક પટેલે ેદહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...