કાર્યવાહી:બહિયલમાં નકલી સોનાની લગડીઓ પધરાવનારી 5 મહિલા ઝડપાઈ

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેરાણી -જેઠાણી પાસેથી 6 લાખ પડાવ્યા હતા: અમદાવાદ SOGક્રાઈમે પકડી પાડી

દહેગામ તાલુકાના બહિયલ ગામે ઘી વેચવા આવતી મહિલાએ બહિયલની દેરાણી જેઠાણી અને સોનાની લગડી આપવાને બદલે છ લાખ રૂપિયા લઈને નકલી લગડીઓ પધરાવી ચૂનો લગાડયો હતો આ બનાવમાં ભોગ બનનારે દહેગામ પોલીસ મથકમાં ગોગીબેન સહિત અન્ય મહિલાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ એસઓજીની ટીમે ગુનામાં સામેલ પાંચ મહિલાને ઝડપી તેમની પાસેથી 3,43,000 રિકવર કરી દહેગામ પોલીસને સોંપી છે.

ત્યારબાદ આ કેસમાં ફરાર થનાર સુમનબેન મહાદેવભાઇ દેવીપુજક, સુમનબેન ઉર્ફે હીરા ઉર્ફે ગોગી શિવપ્રસાદ દેવીપુજક, ગૌરીબેન સુરેશભાઈ દેવીપુજક, લલીતાબેન સુરેશભાઈ દેવીપુજક તેમજ સાવિત્રી કિશોરભાઈ દેવીપુજક( રહે- શાંતિ નગરના છાપરા,સુભાષનગર અમદાવાદ)ને ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...