શોધખોળ / દહેગામના વાસણા રાઠોડ ગામે 5 વર્ષ પહેલાં કેનાલમાં વિસર્જિત કરાયેલી 400 વર્ષ જૂની મૂર્તિઓ બહાર કાઢી, ફરી સ્થાપના થશે

પૂરાતન મૂર્તિઓ તળાવમાંથી કાઢી મંદિરમાં સ્થાપવામાં આવશે
પૂરાતન મૂર્તિઓ તળાવમાંથી કાઢી મંદિરમાં સ્થાપવામાં આવશે
X
પૂરાતન મૂર્તિઓ તળાવમાંથી કાઢી મંદિરમાં સ્થાપવામાં આવશેપૂરાતન મૂર્તિઓ તળાવમાંથી કાઢી મંદિરમાં સ્થાપવામાં આવશે

  • બેરોજગારી, બીમારી, ક્લેશ જેવી તકલીફો તથા વિસર્જિત મૂર્તિઓ ફરી મંદિરમાં મુકાશે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:52 AM IST

દહેગામ. દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે નિલકંઠ મહાદેવ મંદિરની અંદાજે 400 વર્ષ જૂની મૂર્તિઓ 5 વર્ષ પહેલાં કેનાલમાં વિસર્જિત કરાઈ હતી. ત્યારે ગ્રામજનોનું માનવું છે કે આ વિસર્જન પછી ગામમાં બેરોજગારી, બીમારી અને આંતરીક ક્લેશ જેવી સમસ્યાઓ વધી ગઈ હતી. જેથી હવે આ મૂર્તિઓની શોધખોળ કરીને તેને કેનાલમાંથી બહાર કઢાઈ રહી છે, જે મૂર્તિઓને મંદિર પરિસરમાં મુકાશે.

ગામલોકોને કાળેશ્વર મહાદેવ શિવલિંગ, શંકર ભગવાન, નંદી તેમજ કાચબાની પ્રતિમા કાઢવામાં સફળતા મળી છે

ગામલોકો તળાવમાં મૂર્તિઓ શોધે છે
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામ ખાતે પ્રાચીન નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર જર્જરિત થતાં વર્ષ 2015માં લોક સહયોગથી તેનું નવિનિકરણ કરીને નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઇ હતી. આ સમયે જૂના મંદિરમાં રહેલું અંદાજીત 400 વર્ષ પુરાતન મહાદેવનું શિવલિંગ, પગલાં અને કાચબો તેમજ હનુમાનજીની મૂર્તિને પાસેની નર્મદા કેનાલમાં વિસર્જિત કરાઈ હતી. ત્યારે હવે 5 વર્ષ પછી ગ્રામજનો દ્વારા તરવૈયાઓ મારફતે કેનાલમાંથી મૂર્તિઓની શોધખોળ કરાઈ રહી છે જેમાંથી કેટલીક મૂર્તિઓ મળી આવી છે. જેમાં હાલ કાળેશ્વર મહાદેવ શિવલિંગ, શંકર ભગવાન, નંદી તેમજ કાચબાની પ્રતિમા કાઢવામાં સફળતા મળી છે. જ્યારે ધોળેશ્વર મહાદેવ શિવલિંગ અને હનુમાનજીની પૂર્ણ કદની મૂર્તિની શોધખોળ ચાલી રહી છે.

‘મૂર્તિઓ નહીં મળે તો અડદની મૂર્તિ બનાવી મંદિરમાં લાવીશું’
મંદિરના ટ્રસ્ટી દલપતસિંહ સિસોદિયાએ આ અંગે કહ્યું હતું કે,‘ મંદિરના નિર્માણ વખતે મૂર્તિઓ પણ નવી લાવી સ્થાપના કરાઈ હતી. પૌરાણીક મૂર્તિઓને કેનાલમાં વિસર્જિત કરી હતી. જોકે ત્યારથી ગામમાં તકલીફો આવતા જાણકારોના કહેવાથી મૂર્તિઓ બહાર કઢાવી રહ્યા છે. જે મૂર્તિઓ નહીં મળે તેના સ્થાને અડદની મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપન કરાશે.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી