તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરીની નવી તરકીબ:દહેગામ ST સ્ટેન્ડમાં થેલામાં દારૂની ખેપ મારતા 4 ઝબ્બે

દહેગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચારેય પાસેથી વિદેશી દારૂની 26, 540ની 104 બોટલ જપ્ત કરી

દહેગામ એસ.ટી.બસ સ્ટેશનમાં કપડાના જુદા જુદા થેલાઓમાં દારૂ ભરીને ઉભા રહેલા ચાર શખ્સોને દહેગામ પોલીસ ઝડપી લઇ દારૂની104 બોટલો સહિત કુલ 28,990નો મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે.રાઠોડ સ્ટાફ સાથે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન પો.કો.અવિનાશભાઈને બાતમી મળી હતી કે દહેગામ એસ.ટી.બસ સ્ટેશનમાં ચાર શખ્સો દારૂ ભરેલા થેલા લઈને ઊભા છે.

આવી બાતમીના આધારે પોલીસ ટીમે ચારેયને કોર્ડન કરી રેડ કરી હતી,કપડાના થેલામાં ઇંગ્લિશ દારૂ ભરીને ઉભેલા હરિપ્રકાશ દેવીલાલ મીણા, દિનેશકુમાર શાંતિલાલ મીણા બંને (રહે-મીઠી મહુડીરાજસ્થાન) તથા જીવરાજ કનૈયાલાલ અસારી તેમજ ધનરાજ કનૈયાલાલ અસારી બંને (રહે-ભોમટાવાડા રાજસ્થાન)ને રૂપિયા 26,540 ની 104 દારૂની બોટલો રૂપિયા1300ના ત્રણ મોબાઇલ અને રૂપિયા 1150 રોકડા મળી કુલ 28,990 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...