તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂથ અથડામણ:દહેગામમાં એક જ કોમના 2 પક્ષો વચ્ચે મારામારી થતાં 4ને ઈજા; ચૂંટણીના મામલે બબાલ થઈ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું

દહેગામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દહેગામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

દહેગામ શહેરના એસ.ટી સ્ટેન્ડ સામે આવેલા સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તા નજીક એક ચાની કીટલી પાસે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મતભેદને લઇને એક જ કોમના 2 પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં બંને પક્ષે 4 વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ​​​​​​​ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દહેગામના સરકારી દવાખાને લઇ જવાયા બાદ બંને પક્ષના 1-1 વ્યક્તિને ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે દહેગામ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, દહેગામ શહેરના એસ.ટી સ્ટેન્ડ સામે સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તા પાસે આવેલી ચાની કીટલી પર મતભેદને લઇને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઊગ્ર ઝઘડા સુધી પરિણમતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં હારૂનભાઇ મેમણ, સોએબભાઈ મેમણ, સલીમભાઈ મેમણ તેમજ સામા પક્ષે સૂફીયાનખાન પઠાણને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્તોને દહેગામના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા. જે પૈકી બંને પક્ષના 1-1 વ્યક્તિને વધુ સારવાર અર્થે ગાંધીનગરની હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

આ બનાવની જાણ દહેગામ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો હતો. આ લખાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હોવાનુ અને ત્યારબાદ ગુનો દાખલ થનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો