તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બહિયલ ગામ નજીક તલોદથી ચોરેલા બાઈક સાથે 3 ઝડપાયા

દહેગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકના કાગળો ન હોવાનું જણાવતા પૂછપરછ કરી હતી

દહેગામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળની બહિયલ આઈટ પોસ્ટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બહિયલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારેથી તલોદ ખાતેથી ચોરી થયેલી બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

દહેગામ તાલુકાના બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈઆર.વી.મોરી તથા સ્ટાફના લલ્લુભાઈ,ખોડાભાઈ, મહેન્દ્રસિંહ,ખોડાજી તથા અરવિંદ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે સમયે બહિયલ ગામની નર્મદા કેનાલના કિનારે ત્રણ શખ્સો જી.જે.09 ડી.જી.9636 નંબર નું બાઈક લઈને ઊભા હતા આથી પોલીસે બાઈકના કાગળો તેમની પાસે નહીં હોવાનું જણાવી સંતોષકારક જવાબ પણ આપ્યો ન હતો પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ બાઈક તલોદ ખાતે આવેલી સર્વોદય સોસાયટી ખાતે ચોરી કરી હોવાનું જણાવતાં પોલીસે અજયસિંહ ઉમેદસિંહ રાઠોડ (રહે-રામનગર આનંદપાર્કની પાસે તલોદ જિ. સાબરકાંઠા), મહિપાલસિંહ ઉર્ફે મેપલો હાલુસિંહ ચૌહાણ તેમજ નરેન્દ્રસિંહ મનુસિંહ ઝાલા બંને (રહે-સલકી તા.દહેગામ જિ.ગાંધીનગર) ની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપેલા આરોપી પૈકી મહિપાલસિંહ ઉર્ફે મેપલો ચૌહાણ અગાઉ પશુ હેરાફેરી અનેપશુ પ્રત્યે ઘાતકીપણાંના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પણ પોલીસસુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...