તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી તબીબ:દહેગામ તાલુકામાંથી 3 બોગસ તબીબ ઝડપાઈ ગયા

દહેગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા અને કરોલી ગામેથી એસઓજીની ટીમે નકલી તબીબોને દવાના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે. - Divya Bhaskar
દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા અને કરોલી ગામેથી એસઓજીની ટીમે નકલી તબીબોને દવાના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે.
  • એસઓજીની ટીમે આકસ્મિક તપાસ કરતા
  • દેવકરણના મુવાડા ગામેથી 2 તેમજ કરોલી ગામમાંથી એક નકલી તબીબને દવાના જથ્થા સાથે પકડાયા હતા

ગાંધીનગરની એસઓજીની ટીમે દહેગામ તાલુકામાંથી દેવકરણનામુવાડામાંથી બે તેમજ એક નકલી તબીબને કરોલી ગામેથી દવાઓના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય બની બેઠેલા મુન્નાભાઈ એમબીબીએસ (નકલી તબીબોમાં)ફફડાટ ફેલાયો છે.તાલુકામાં ત્રણ નકલી તબીબોને ઝડપતા અન્ય બેઠેલા તબીબોમાં ફફડાટ ફેલાયો હતા.

ગ્રામીણ વિસ્તારના લોકોનો ભોળપણનો ફાયદો ઉઠાવી ડિગ્રી વિનાના ડોક્ટર દવાખાનાની હાટડીઓ માંડી ભોળા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે.આવા બની બેઠેલા ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે નકલી તબીબોને ગાંધીનગરની એસઓજીની ટીમે દેવકરણનામુવાડામાંથી બે તેમજ એક નકલી તબીબને કરોલી ગામેથી દવાઓના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય બની બેઠેલા મુન્નાભાઈ એમબીબીએસ (નકલી તબીબોમાં)ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર એસ.ઓ.જી.ના પી.એસ.આઇ એમ.બી.ગજ્જર તથા સ્ટાફના વિજયકુમાર, દેવેન્દ્રસિંહ,તથા જયદીપસિંહની ટીમ સાથે દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે દેવકરણના મુવાડા ગામે ખોડીયાર કોમ્પલેક્સ ના બીજા માળે દવાખાનાનું બોર્ડ મારી ક્લિનિક ચલાવતાં ચંદ્રસિંહ ગોવિંદસિંહ ડાભી ઉ.વ.40 (રહે- દેવકરણનામુવાડા, બારીયા ચોકડી ,રામપુર તા.દહેગામ) ની પૂછપરછ કરતાં પોતે ધો.12 પાસ હોવાનું અને તબીબી પ્રેક્ટિસના પ્રમાણપત્રો ન હોવાનું તેમજ 16 વર્ષથી પ્રેકટીસ કરતો હોવાનું જણાવતાં પોલીસે તેના ક્લિનિકમાંથી મેડિકલ ને લગતી દવાઓ અને ઈન્જેકશન સહિત કુલ 1337 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સ્થળેથી થોડે દુર મેઇન રોડની ગલીમાં ચામડીના રોગોનું દવાખાનું ડો.દશરથસિંહ નું બોર્ડ લગાવેલું જ્યાં પણ પોલીસે દશરથસિંહ ગોવિંદસિંહ ડાભી ઉ.વ.38 (રહે- દેવકરણના મુવાડા બારીયા ચોકડી રામપુર તા.દહેગામ)ની પૂછપરછ કરતા તેની પાસે પણ કોઈ ડીગ્રી ન હોવાનું અને પોતે બે વર્ષથી પ્રેકટીસ કરતો હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તેના ક્લિનિક માંથી પણ જુદા જુદા દર્દો મટાડવા ની ટેબલેટ ઇન્જેક્શન સિરીંજ નીડલ અને મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો મળી કુલ રૂપિયા 10000 539 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત એક ટીમે કરોલી ગામની ભાગોળે પંચાયત ઓફિસ ની પાસે દવાખાનું ધરાવતા ભરતકુમાર ચંદુલાલ મોદી ઉ.વ. 57 (રહે-કરોલી તા. દહેગામ)ની પૂછપરછ કરતાં તેની પાસે પણ કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું ત્યાંથી પણ એસઓજીની ટીમે રૂપિયા 9357.76ની દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરોધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે દેવકરણના મુવાડા ગામે એસઓજીની ટીમે બે નકલી તબીબોને ઝડપી પાડયા હતા જેમાં ઝડપાયેલા ચંદ્રસિંહ ગોવિંદસિંહ ડાભી અને દશરથસિંહ ગોવિંદસિંહ ડાભી બંને સગા ભાઈ હોવાનું પોલીસ ેજણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...