તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દહેગામ પાલિકાની સામાન્ય સભા ગુરુવારે પાલિકા કચેરીના સભાખંડમાં મળી હતી.જે સભામાં બજેટ સહિત એજન્ડા મુજબના કામોની ચર્ચા હાથ ધરાઈ હતી સભામાં વર્ષ 2021-22 ના વર્ષનું પાલિકાના પ્રમુખ પીનાબેન શાહ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ.
વિપક્ષ કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેના સહિતના સદસ્યોએ બજેટને કારોબારી સમિતિમાં મંજૂર કર્યા સિવાય સિવાય રજૂ કર્યા હોવાનું અને તેને ગેરબંધારણીય હોવાનું જણાવી શાસક પક્ષને ઘેરતા હોંકારા દેકરા વચ્ચે 94 કરોડ 26 લાખ 81 હજાર 667.96ની આવક તેમજ 94 કરોડ 24 લાખ 61 હજાર 67.96ના ખર્ચ વાળા કેશ બજેટને બહુમતીથી મંજુર કર્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેનાએ કારોબારી સમિતિમાં લીધા સિવાય બજેટને પસાર કરવાના કામને ગેરબંધારણીય ગણાવી સભામાં ઉપસ્થિત ચીફ ઓફિસરને પણ ઘેર્યા હતાજ્યારે શાસક પક્ષ દ્વારા નિયમ મુજબ બજેટને15 માર્ચ સુધીમાં પસાર કરવાનું થતું હોય અને પ્રમુખની નિમણૂક 17 માર્ચના રોજ થઈ હોવાથી અને તે સમયે પાલિકાની સમિતિઓની રચના ન થઈ હોવાથી બજેટને આજની સભામાં મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું.
બજેટ અંગેની રૂપરેખા પાલિકા પ્રમુખ પીનાબેન શાહે રજૂ કરતાં જણાવ્યું હતું કે બજેટમાં ગત ટર્મની પાંખ દ્વારા હાથ ધરાયેલા આર.સી.સી.રોડ ભૂગર્ભ ગટર,સ્ટ્રોમ વોટરલાઇન બ્લોક ના કામો પૂર્ણ કરાશે તેમજ આગામી સમયમાં બાકી રહેલા આર.સી.સી.રોડ નવી ભૂગર્ભ ગટર તેમજ દરેક વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે ઉપરાંત સરદાર શોપિંગ સેન્ટરનું નવીનીકરણ,ઔડા ગાર્ડનની સાફ-સફાઈ રમત-ગમતના સાધનો આરોગ્યને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાશે સભામાં પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી.
જેમાં કારોબારી ચેરમેન તરીકે શશીકાંત અમીન, એસ્ટાબ્લીસ કમિટી ચેરમેન તરીકે સમીરભાઈ અમીન, બાંધકામ સમિતિ ગીતાબા સોલંકી,શિક્ષણ સમિતિ મૌલિકભાઈ દવે,ભૂગર્ભ ગટર સમિતિ રોહન ભાઈ અમીન,વોટર વર્કસ સમિતિ રીપલભાઈ શાહ,આરોગ્ય સમિતિ કાજલબેન પટેલ,સ્ટ્રીટ લાઈટ સમિતિ નિલોફરબાનું પઠાણ, ટેક્સ સમિતિ હસ્મિતાબેન પટેલ,ધર્મશાળા સમિતિ શૈલેષસિંહ પરમાર, શોપિંગ સેન્ટર સમિતિ શૈલેષભાઈ વાઘેલા સહિત અન્યની નિમણૂક કરાઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.