અકસ્માત:હરખજીના મુવાડા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાળક સહિત  2 નાં મોત

દહેગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ગાંધીનગર ખસેડાઈ

દહેગામ ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર હરખજીના મુવાડા પાસે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વર્ષના માસુમ બાળકનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાઈક ચાલકનું પણ મોત નિપજ્યું હતું .

દહેગામ ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર હરખજીના મુવાડા નજીક દહેગામ તરફ આવી રહેલા બાઈક અને સામેથી આવતા ડમ્પર સાથે ટક્કર થઈ હતી આ બનાવના પગલે આસપાસથી લોકો દોડી આવી ઇમરજન્સી વાન 108 ને જાણ કરી હતી. અકસ્માતમાં પાંચ વર્ષના માસુમ બાળક મયુરનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે ઇજાગ્રસ્ત તખતસિંહ કુબેરસિંહ સોલંકી જશોદાબેન તખતસિંહ સોલંકી તખતસિંહના પુત્રી હિરલબેનતમામ (રહે- લાલુજીની મુવાડી તાલુકો દહેગામ) ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તખતસિંહનુ પણ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં મોતને ભેટનાર પાંચ વર્ષીય મયુર તખતસિંહની પુત્રી હિરલબેનનો પુત્ર હતો તખતસિંહ તેમના પત્ની જશોદાબેન પુત્રી હિરલબેન તેમજ દોહિત્ર મયુરને બાઈક પર લઈ દહેગામ ખાતે ખરીદી કરી પરત ફરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...