ચૂંટણી પ્રક્રિયાની તૈયારી:દહેગામનાં 75 ગામે 14 ચૂંટણી અધિકારી સહિત 1384 પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જુદા જુદા ગામોમાં ચૂંટણીલક્ષી સાહિત્ય રવાના કરવામાં આવ્યુ હતું. - Divya Bhaskar
રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જુદા જુદા ગામોમાં ચૂંટણીલક્ષી સાહિત્ય રવાના કરવામાં આવ્યુ હતું.
  • ચૂંટણી પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ
  • મતપત્રકો, મતપેટી સહિતના ચૂંટણીના સાહિત્યની વસ્તુઓ એસટી બસ દ્વારા મોકલાઈ

દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. શનિવારે શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉભા કરાયેલા રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતપત્રકો, મતપેટી સહિતના ચૂંટણીના સાહિત્યની વસ્તુઓ એસટી બસ દ્વારા જુદા-જુદા ગામમાં રવાના કરવામાં આવી હતી.

દહેગામ તાલુકાના 75 ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે યોજાનાર હોવાથી શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના રીસીવિંગ સેન્ટર ખાતેથી 21 રૂટ દ્વારા મતપેટી, મતપત્રક સહિતનું મતદાનલક્ષી સાહિત્ય એસ.ટી.બસ સહિતના 21 રૂટો દ્વારા જુદા જુદા ગામોમાં રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દહેગામ કોલેજ ખાતે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા અધિકારી અને કર્મચારીઓ વહેલી સવારથી આવી પહોંચી મતદાન સાહિત્ય મેળવી લીધું હતું.

ઉપરાંત અધિકારીઓ દ્વારા જરૂરી સુચના ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને અપાઇ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 14 ચૂંટણી અધિકારી, 14 મદદનીશ ચૂંટણી અધિકારી, 21 ઝોનલ ઓફિસર, 21 રૂટ સુપરવાઇઝર સહિત 1384 પોલિંગ સ્ટાફ ફરજ બજાવી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવનાર છે.

અન્ય સમાચારો પણ છે...