દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામ ખાતે સરપંચના હસ્તે 10,48,000નો ગ્રામીણ ટપાલ વીમા યોજના કવચનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામના રહીશ હસમુખભાઈ બારોટના સગાભાઈ સંજયભાઈએ વર્ષ 2021માં 10 લાખની પોસ્ટની વીમાની પોલિસી આરપીએલઆઈ લીધી હતી જેનું ફક્ત બે મહિનાનું જ નજીવું પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું કુદરતી મોત થતાં વીમાની પુરે પૂરી રકમ અને એક વર્ષનું બોનસ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એમના વારસદાર તરીકે હસમુખભાઈ બારોટને ચૂકવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના દરેક સભ્ય કોઈ પણ પ્રકારનું વીમા કવચ રાખે એ હેતુથી આ સભાનું આયોજન સરપંચ અને ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ દ્વારા ગ્રામજનોને અપીલ પણ કરવામાં હતી કે પોસ્ટ વિભાગની આ સુવિધાનો દરેક નિવાસી લાભ લે જેથી પ્રીમિયમ ભરવાના ભાગ રૂપે થોડી બચત પણ થશે અને જો ઘરમાં આકસ્મિક કે કુદરતી કોઈ હોનારત થઈ ને ઘર નો વ્યક્તિ ગુમાવવો પડ્યો તો એ સમયે સહાય પોસ્ટ વિભાગ દ્વારા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.