લોકોમાં આનંદ:દહેગામ તાલુકાના 10 ધૂળિયા રસ્તા ડામરના બનશે

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડાદરા જલુન્દ્રા મોટા ટુ રોડને પહોળો કરાશે
  • ‘મુખ્યમંત્રી ગ્રામ સડક’ યોજના હેઠળ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કામ મંજૂર કર્યા

દહેગામના કેટલાક ગામોના રસ્તાઓ ધૂળિયા અને જર્જરિત હોઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા બનાવવા 14 કરોડની રકમ મંજૂર થતા લોકોમાં આનંદ ફેલાયો છે. તાલુકામાં 10 વર્ષોથી ધૂળીયા રસ્તાઓ હવે ડામરના રોડ બનશે. જ્યારે કડાદરા જલુન્દ્રા મોટા ટુ એસ.એચ.વે રોડને પહોળો કરવાની કામગીરી આગામી સમયે કરવામાં આવશે. રસ્તાઓના કામ થતાં તાલુકાના 1 લાખથી વધુ લોકોને તેનો સીધો ફાયદો થશે.

આ કામમાં પાલુન્દ્રા હાથીજણ રોડ, પાલુન્દ્રાથી ઇસનપુર ડોડીયા રોડ, રામપુરાથી બિલેશ્વર મહાદેવ થઈ સાંપા ગ્રામ પંચાયત સુધી રસ્તાનું કામ, વટવાથી પાવર ગ્રીડ રોડ, નાંદોલ રોડ આંબા તળાવના છાપરા થઈ નાંદોલ કંપાથી ગાંધીનગર હાઈવેને જોડતો , શિયાવાડાથી ચેહર મંદિર થઈ શિયાવાડા બહિયલને જોડતો, જુના બબલપુરાથી નવા બબલપુરાકંપાને જોડતો, કેસરાજીની મુવાડીથી દેવકણનામુવાડા કડજોદરા રોડને જોડતો, રામદેવપીર મંદિરથી ખાપરેશ્વરને જોડતા માર્ગનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...