તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બહિયલ કેનાલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

દહેગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇકચાલકને પગે ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયો
  • બાઈકની પાછળ બેસેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

દહેગામ તાલુકાના બહિયલ ગામેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ઇસનપુર ડોડીયા તરફ જવાના રોડ પર એક સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલા વ્યક્તિનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકચાલકને પગના ભાગે ઇજાઓ થતા દહેગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી ુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ તાલુકાના બહિયલ ગામે રહેતા સાબીરભાઈ રસુલભાઈ સિપાઈ (નિવૃત્ત એસટી કંડકટર) ઉ.વ.60 રૂપાભાઈ જાગાભાઈ ભરવાડ સાથે તેમની બાઇક પાછળ બેસી માટીકામ અંગેનું કામ જોવા માટે ઇસનપુર ડોડીયા તરફ જઈ રહ્યા હતા.

તે સમયે નર્મદા કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તે માર્ગ પરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જાતા બાઈક પાછળ બેસેલા સાબીરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઇકચાલક રૂપાભાઈ જાગાભાઈ ભરવાડને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને ઈમરજન્સી વાન 108 દ્વારા દહેગામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માતની જાણ બહિયલ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ.માટે દહેગામના સરકારી દવાખાને લઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...