તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દહેગામમાં ડમ્પર અને બાઈક અથડાતાં 1નું મોત, એકને ઈજા

દહેગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં બાઈક અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકચાલકનું મોત થતા લોકો એકત્ર થઈ ગયા હતા. - Divya Bhaskar
દહેગામમાં બાઈક અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકચાલકનું મોત થતા લોકો એકત્ર થઈ ગયા હતા.
  • એસટી સ્ટેન્ડ સામે સુવિધાપથ નજીક સર્જાયેલી દુર્ઘટના
  • પુનાદરાના આધેડ બાઇક પર પૌત્રીને લઈને દીકરીને ત્યાં જતા હતા : આધેડનું મોત થયુ જ્યારે પૌત્રીને પગમાં ઇજા થઈ

દહેગામમાં એસટી બસ સ્ટેશન નજીક સુવિધા પથ પાસે ગત રાત્રે એક બાઇક ચાલકને ડમ્પર ટ્રકના ચાલકે ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેસેલી ચાલકની પૌત્રીને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતીબનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે.

અકસ્માત થતા લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગુ થઈ ગયું હતું બીજી તરફ આ અકસ્માતની જાણ પોલીસને થતાં તે પણ ઘટનાસ્થળે દોડી આવી ડમ્પર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ તાલુકાના પુનાદરા ગામે રહેતા વખતસિંહ ઉદેસિંહ ઝાલા બાઇક લઈ અને બાઇક પાછળ તેમની પૌત્રી શીતલને બેસાડી તેમને દીકરીને ત્યાં જવા નીકળ્યા હતા તે એસટી સ્ટેન્ડ સામે સુવિધા પથ નજીકથી પસાર થઈ રહ્યા હતા તેવામાં તે માર્ગ પરથી પસાર થતા ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતા વખતસિંહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલી તેમની પૌત્રીને ડાબા પગના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...