ફરિયાદ:દ્વારકામાં ગાડી ધોવાના પ્રશ્ને યુવાન પર હુમલો

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુરશી ફટકારી માથા સહિતના ભાગે ઇજા કર્યાની ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાઈ

યાત્રાધામ દ્વારકામાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં રહેતા ધીરેન મહેન્દ્રભાઈ પાંડાઈ પોતાની એમ્બ્યુલન્સ ગાડી આદર્શ હોસ્પિટલની બહાર પાણીથી સફાઈ કરતા હોય જેથી પાણી ત્યાં બાજુમાં શુભમ હોસ્પિટલ તરફ જતા આરોપી મોડભા સુમણિયા ફરિયાદી ધીરેન પાસે આવી તેને ગાડી ધોવાની ના પાડતા ફરિયાદી ધીરેનએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આરોપી પ્રકાશ સુમણિયા પોતાની બાઇક લઈ ત્યાં આવી ધીરેન ખુરશી પર બેઠા હોય ત્યારે ખુરશી સાથે ધીમેથી ભટકાડી નીચે પાડી દીધું હતું.

તે દરમ્યાન આરોપી રાણાભા માણેક આવી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી ધીરેનને ગાળો ભાંડી શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યું હતું. એટલું જ નહીં ઉપરોક્ત આરોપીઓએ પ્લાસ્ટિકની ખુરશીના પાયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ધીરેન ઉપર હુમલો કરતા તેને માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી ધીરેનએ ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...