તપાસ:ભાણવડમાં વર્લી-મટકાનું નેટવર્ક પકડાયું, 16 સામે ગુનો

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 મોબાઈલ નંબર ધારકોની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવા મામલે 13 મોબાઇલ નંબર ધારક સહિત સોળ શખસો સામે ગુનો નોંધ્યો છે.પોલીસે તમામ મોબાઇલધારકોની સધન શોધખોળ હાથ ધરી છે.

ભાણવડ વિસ્તારમાં આવેલા રામેશ્વર પ્લોટ ખાતે વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની દેવભૂમિ દ્વારકા ક્રાંઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જે બાતમીના અધારે પોલીસે દરોડો પાડી આરોપી નરેશ ઉર્ફે મુના માલસી મહિડાને પોલીસે રોકડા રૂ.2500 તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.9500ના માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી દરમ્યાન આરોપી ફૈઝલ ઉર્ફે મીઠીયો ઇબ્રાહિમ ભટ્ટી, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કલુભા જાડેજા તથા અન્ય 13 મોબાઈલ નંબર ધારકોના નામ ખુલવા પામતા પોલીસે તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...