ચૂંટણીને પગલે વહીવટી તંત્ર સજ્જ:દ્વારકાના શારદાપીઠ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન; 1300 જેટલા ચૂંટણી કર્મીઓને તાલીમ અપાઈ

દ્વારકા ખંભાળિયા3 મહિનો પહેલા

દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી માટે વહીવટી તંત્ર સજ્જ થયું હતું. જે અવન્યે આજરોજ દ્વારકાના શારદાપીઠ કોલેજ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ વહીવટી તંત્રના ચૂંટણી વિભાગ દ્વારા કર્મચારીઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપી હતી. વિધાનસભા 2022 દ્વારકા કલ્યાણપુર બેઠક માટે આશરે 1300 જેટલા કર્મચારીઓની તાલીમ માટેનું આ વર્કશોપ હાથ ધરાયું હતું. જેમાં કલેકટરે પણ ચૂંટણી કર્મચારીઓને તાલીમની સાથે અન્ય માહિતીઓ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...