પુલનું કામ લાંબા સમય બાદ પુનઃ શરૂ:ખંભાળિયામાં સુખનાથ પુલનું કામ શરૂ કરાયું; વાહન ચાલકો લાંબા સમયથી હાલાકી ભોગવતા હતા

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના છેવાડા વિસ્તાર એવા સલાયા ગેઈટ પાસે આવેલા સુખનાથ મહાદેવના મંદિર નજીકનો પુલ ખૂબ જ જર્જરિત હોવાથી અને ચોમાસામાં ધોવાઈ જતા આ સાંકડો પુલ નવેસરથી શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ થતો આ પુલ ગત એપ્રિલ 2022 માસમાં પૂર્ણ થવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ કરવામાં ના આવતા તોડી પાડવામાં આવેલા આ પુલના કારણે આ વિસ્તારના રહીશો તથા વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

પાલિકા તંત્ર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું
આના અનુસંધાને નગરપાલિકાની યોજાઈ ગયેલી કારોબારી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન વિવિધ કામોમાં કસુર થયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવા તેમજ સુખનાથ પુલ બાબતે શહેર ભાજપ પ્રમુખ અનિલ તન્નાની રજૂઆત બાદ નગરપાલિકાની ચીફ ઓફિસર તથા બાંધકામ ઇજનેર દ્વારા આ કામ અંગે કડક વલણ અખત્યાર કરવામાં આવતા આખરે આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારના કામો કરતા તમામ કોન્ટ્રાક્ટરોને ગુણવત્તાસભર અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પાલિકા તંત્ર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...