• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Woman Killed, Husband And Children Injured After Being Hit By An Unknown Vehicle Near Khambhalia; Gangdi Youth Attacked On Suspicion Of Horizontal Relationship

ગુનાહિત પ્રવૃત્તિઓનો વધતો જતો વ્યાપ:ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત, પતિ-સંતાનોને ઈજા; આડા સંબંધની આશંકાએ ગાંગડીના યુવાન પર હુમલો

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાજામનગર ધોરી માર્ગ પર આશરે સાત કિલોમીટર દૂર કંચનપુર વિસ્તારમાં આવેલા ટોલગેટ પાસેથી જી.જે. 10 એ.એ 0057 નંબરની મોટરસાયકલ લઈને નીકળેલા દિનેશભાઈ કાનજીભાઈ નકુમ નામના દલવાડી યુવાનની મોટરસાયકલને એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતાં પરિવારજનો સાથે જઈ રહેલા દિનેશભાઈ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા.

પત્નીનું મોત, પતિ-બાળકોને ગંભીર ઈજા
આ જીવલેણ ટક્કરમાં બાઈક પર જઈ રહેલા દિનેશભાઈના પત્ની નીલમબેન નકુમને ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક દિનેશભાઈને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, તેમની સાથે જઈ રહેલા તેમના પુત્ર સાહિલ તથા પુત્રી પ્રિયાને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી, જેમને અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ કરુણ બનાવ અંગે મૃતકના સસરા કાનજીભાઈ લાલજીભાઈ નકુમની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઇ.પી.સી. કલમ 304 (અ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આડા સંબંધની આશંકાએ ગાંગડીના યુવાન પર હુમલો
કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતાં રમેશગર ખીમગર મેઘનાથી નામના 30 વર્ષના બાબાજી યુવાનને એક પરિણીતા સાથે આડા સંબંધ હોવા અંગેની શંકા કરી, આ પરિણીતાના પરિવારના હસમુખગર જેરામગર મેઘનાથી, ધવલ અરજણગર મેઘનાથી તથા ગૌરવગર અરજણગર મેઘનાથી નામના ત્રણ શખ્સોએ પૂર્વયોજીત કાવતરું રચી, આરોપી હસમુખગર મેઘનાથીએ પોતાનું પીકઅપ વાહન ફરિયાદી રમેશગરની ઇક્કો કાર સાથે અથડાવી આ ત્રણેય શખ્સોએ બિભત્સ ગાળો કાઢી ઝઘડો કર્યો હતો.

પાઈપ-કુહાડા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી
​​​​​​​આ બનાવમાં આરોપી શખ્સોએ ફરિયાદી રમેશગર મેઘનાથી પર લોખંડના પાઈપ તથા કુહાડા વડે ઘાતક હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. જતા-જતા આરોપી શખ્સોએ રમેશગરને ગાંગડી ગામમાં નહીં આવા અને જો ફરીથી તે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 326, 325, 120 (બી), 504, 506 (2) તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...