પરિણીતા પર સાસરીયાનો ત્રાસ:કલ્યાણપુરમાં મહિલાએ પાંચ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી; નંદાણામાં જુગારની મોજ માણતા છ શખ્સો ઝડપાયા

દ્વારકા ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે હાલ રહેતી મહિલાના લગ્ન મહેશભાઈ દેવજીભાઈ શેખવા સાથે થયા હતા. તેણીના લગ્ન જીવન દરમિયાન કલ્યાણપુર તાલુકાના સૂઈનેસ ગામે રહેતા મેરૂભાઈ જેઠાભાઈ ચાવડા, જામનગર ખાતે રહેતા હંસાબેન દેવજીભાઈ શેખવા, ઉષાબેન દેવજીભાઈ શેખવા, સુનીલ દેવજીભાઈ શેખવા તથા મીનાબેન રાકેશભાઈ સોલંકી નામના પાંચ સાસરીયાઓએ શારીરિક તથા માનસિક દુઃખત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે મહિલાએ પોલીસ મથકમાં પાંચેય સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

નંદાણા ગામે જુગારની મોજ માણતા છ શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ડેમના કાંઠે બેસી અને બપોરના સમયે જાહેરમાં જુગાર રમતા અનિલ સાજણ આંબલીયા, દેવશી વાઘા ચાવડા, નથુ કારા ગોજીયા, જીવા કેસુર ચાવડા, ઈશ્વર લાલદાસ ગોંડલીયા અને સીદા કરસન ગોજીયા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 46,300 રોકડા તેમજ રૂ.16,500ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 62,800નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

રાણપરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા કરસન પાંચા કોડીયાતર નામના 19 વર્ષના શખ્સને રાત્રીના સમયે પોલીસે રૂ. 20,000ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર રૂ.1,200ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે નીકળતા ઝડપી લઇ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...