• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Woman Dies After Vehicle Tire Bursts On Khambhalia Lalpur Highway; Woman Files Molestation Case Against In laws; Bike Accident Near Dwarka

દ્વારકા ક્રાઈમ:ખંભાળિયા-લાલપુર હાઈવે પર વાહનનું ટાયર ફાટતા મહિલાનું મોત; સ્ત્રીએ સાસરીયા વિરૂદ્ધ અત્યાચારનો ગુનોં નોંધાવ્યો; દ્વારકા નજીક બાઈક અકસ્માત

દ્વારકા ખંભાળિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા - લાલપુર હાઈવે પર છોટા હાથી પીકઅપ વાહનનું ટાયર એકાએક ફાટતા ગાડી રોડની એક બાજુ પલટી ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. બીજી એક ઘટનામાં ખંભાળિયાનાની ચોપડા પરીવારની 31 વર્ષની પરિણીત પુત્રીએ મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. દ્વારકાના વરવાળા ગામ પાસે પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા બાઈકે અકસ્માત સર્જયો હતો.

વાહનનું ટાયર ફાટતા મહિલાનું મોત
ખંભાળિયા - લાલપુર હાઈવે પર આશરે 10 કિલોમીટર દૂર એક પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહેલા છોટા હાથી પીકઅપ વાહનનું ટાયર એકાએક ફાટતા આ છોટા હાથી રોડની એક બાજુ પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં જઈ રહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપડીયા ગામના રહીશ શોભના રમેશ વાઘેલા નામના 48 વર્ષના મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશ્વિન રમેશ વાઘેલાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે છોટા હાથી પીકઅપ વાનના ચાલક જયેશ કારા વાઘેલા સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળિયાની દિકરીની સુરતના સાસરિયાઓ સામે ફરીયાદ
ખંભાળિયાના ગોવિંદ તળાવ વિસ્તારમાં હાલ રહેતી અને વીરા ખીમા ચોપડાની 31 વર્ષની પરિણીત પુત્રી રંજન ભરત ઉર્ફે મયુર ગોવિંદ ખરાએ ફરીયાદ નોંધાવી હતી. તેણીના લગ્ન જીવન દરમિયાન સુરત જિલ્લાના નાના વરાછા ખાતે રહેતા પતિ ભરત ઉર્ફે મયુર ગોંવિંદ ખરા, સસરા ગોવિંદ નારણ ખરા, સાસુ સવિતા તથા નણંદ અસ્મિતા દ્વારા વારંવાર શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતા હતાં. આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં ચારેય સાસરીયાઓ સામે સ્ત્રીએ અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દ્વારકા નજીક બાઈક અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત
દ્વારકા નજીકના વરવાળા ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા બાઈક ચાલક સંજય સાજણ પાંડાવદરા (ઉ.વ. 25, રહે. વરવાળા)એ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...