ખંભાળિયામાં રહેતા એક રઘુવશી પરીવારમાં પત્નીના મૃત્યુના બે દિવસે પતિએ પણ અનંતની વાટ પકડી હોવાનો બનાવ બહાર આવ્યો છે જેથી પરીવારમાં શોક છવાયો છે. ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રહેતા રઘુવંશી બથીયા પરિવારના મોભી દંપતિ પૈકી પત્નીના મૃત્યુના બે દિવસ બાદ પતિએ પણ અનંતની વાટ પકડી હતી.અામ, બે દિવસમાં જ પરીવારના બે મોભી દંપતિની વિદાયથી પરીવાર પર વ્રજઘાત થયો છે.ખંભાળીયામાં શિવમ કાપડવાળા અગ્રણી રઘુવંશી વેપારી મોહનલાલ રાઘવજીભાઈ બથીયાના ધર્મપત્ની ઇન્દુબેન( ઉ.વ.75)નું તા.18ના રોજ અવસાન થયું હતું. અને તેમની પ્રાર્થના સભા 19-05ના રોજ યોજાઈ હતી. ત્યાં તા.20ના પત્નીના મૃત્યુના બે દિવસ પછી ઇન્દુબેનના પતિ મોહનભાઇ રાઘવજીભાઈ બથીયા (ઉ.વ.83)નું પણ અવસાન થતાં બથીયા પરિવાર તથા રામનાથ સોસાયટીમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. બે દિવસમાં માતા પિતાના મોતથી બથીયા પરિવારમાં ઘેરા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.