વિશ્વાસઘાતની ફરિયાદ:ઓખામાં મચ્છીના વેપારી સાથે રૂા. 13.47 લાખની છેતરપિંડી આચરાઇ

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ રકમ મેળવી માલ કે રૂપિયા પરત ન કરી વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ
  • 3 ટંડેલ અને 1 માછીમાર સહિત 4 સામે ગુનો નોંધાયો, ઠગાઇ આચરનારાની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના ડાલ્ડા બંદર ખાતે રહેતા મુળ ગીર સોમનાથના એક વેપારી પાસે એડવાન્સ પેટે રૂ.13.47 લાખની રકમ લીધા બાદ પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ ચારેય સામે નોંધાઇ છે.અમારૂ દેણુ ચુકવી આપો એટલે અમારી બોટ તમારા દંગામાં બાંધી નિકળતા પૈસા મચ્છીનો માલ આપી ચુકવી દેઇશુ એમ કહી રકમ મેળવી પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

દ્વારકા તાલુકાના ઓખા ડાલ્ડા બંદર ખાતે રહેતા ફરિયાદી રિઝવાન નઝીરાભાઈ મલેકના દંગાતથા બીજા દંગામાં આરોપી ભગુ પ્રેમજી ટંડેલ તથા હિરેન ભગુ ટંડેલએ મછીનો માલ આપી એડવાન્સ પૈસા લેતા અને ફરિયાદી રિઝવાનને કહ્યુ કે “ મારી બોટ બે દંગામાં બાંધી છે જેના માલિકનું મારા ઉપર રૂ.5,80,000નું દેણું હોય તે ચૂકવી આપો એટલે અમે અમારી બોટ તમારા દંગામાં બાંધશું અને તમારા નીકળતા પૈસા મછીનો માલ આપીને ચૂકવી આપશું ‘’ તેમ કહી વિશ્વાસમાં લઈ રિઝવાન પાસેથી કુલ રૂ.13,47,000 એડવાન્સ પેટે લઈ ઠગાઈ કરી નાશી ગયા હતા.

ત્યારબાદ ફરિયાદી રિઝવાનએ આરોપીને ફોન કરી પૈસાની માંગણી કરતા આરોપી ચિત્રાંગ ભગુ ટંડેલએ ધમકી આપી કે “ હવે પછી ફોન કરશો તો અમે આત્મહત્યા કરશું અને તમારું નામ દેશું ‘’ તેમ કહેતા આ સમગ્ર મામલે ફરિયાદી રિઝવાનએ આરોપી ભગુ પ્રેમજી ટંડેલ, હિરેન ભગુ ટંડેલ, ચીત્રાંગ ભગુ ટંડેલ તથા વેલજી ભગવાનજી વાઢેર વિરુદ્ધ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે દ્વારકા પંથકના માછીમાર વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...