ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને પૂર્વતૈયારીના ભાગરૂપે બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારે સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, એસપી નિતેશ પાંડે, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર, પ્રાંત અધિકારી ખંભાળિયા, દ્વારકા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.