નિવૃત્ત જવાનો ઉમેદવારી પત્ર ભરશે:ખંભાળિયા સહિત 50થી વધુ બેઠકો પર દાવેદારી નોંધાવશે; સંતો, મહંતોને પણ ઉભા રાખવાનું આયોજન

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તારીખો જોહેર થઇ ગઈ છે. ત્યારે આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની જુદી જુદી બેઠક પરથી નિવૃત આર્મીમેનો પણ ઝંપલાવે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

ગાંધીનગર ખાતે તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી
ગુજરાત રાજ્યમાં નિવૃત મીલેટ્રી મેન તથા પેરા મીલેટ્રી મેનોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે જાગૃતિ તથા નિરાકરણ ન આવતા રાજ્ય સરકારને અવારનવાર કરવામાં આવેલી રજૂઆતો પછી પણ તેનું પરિણામ ન આવતા ગાંધીનગર ખાતે તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જુદી-જુદી વિધાનસભા બેઠક માટે 50 જેટલા મીલેટ્રી તથા પેરા મીલેટ્રીના નિવૃત્ત જવાનો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા બેઠકનું પણ નામ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલીક બેઠકો પર નિવૃત્ત મીલેટ્રી મેન દ્વારા સંતો, મહંતોને પણ ઉભા રાખવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...