• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Will AAP Cross The Pinnacle Of Success In 2022 Elections? Jagat Mandir Was Overflowing With The Presence Of Thousands Of People In Kejriwal's Public Meeting

રાજકીય પક્ષો માટે મોટો પડકાર!:2022ની ચૂંટણીમાં AAP કરશે સફળતાનો શિખર પાર? કેજરીવાલની જનસભામાં હજારો લોકોની હાજરીથી જગત મંદિર છલોછલ ભરાયું

દ્વારકા ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જ્યારે ટૂંકો સમય બાકી રહ્યો છે. ત્યારે દ્વારકા ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હજારોની જનમેદનીની હાજરી એ રાજકીય મતે શોટ સર્કિટ સમાન ગણવામાં આવી રહી છે. નેતાઓને સભામાં પણ માત્ર પાંચ હજારની જનમેદની એકઠી કરવામાં નેતાઓને પરસેવો છૂટી જાય છે ત્યારે ગુજરાતમાં મજબૂત ઢાંચા વગર હજારોની જનમેદની એકઠી કરીને આમ આદમી પાર્ટીએ અન્ય રાજકીય પક્ષોને એક મોટો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.

રાજકીય પક્ષોનો ઉંઘમાંથી જાગવાનો સમય
દ્વારકા ખાતે રાજકીય મેળાવડાઓ જેવા કે જાહેર માર્ગો પરથી રેલી, સેમીનાર, વિકાસ કાર્યોના લોકાર્પણ કે પછી રાષ્ટ્રીય નેતાઓની જાહેર સભાઓમાં જે રીતે અત્યાર સુધી આયોજન થતાં રહ્યા છે તેના કરતાં કેજરીવાલની જાહેર સભાથી રાજકીય પક્ષોએ ચોક્કસ ઉંઘમાંથી જાગવાનો સમય પાકી ગયો છે. ગઈકાલની કેજરીવાલની જાહેર સભાના લોકો પાસેથી સાંભળવા અને જાણવા મળેલી વાતચીતનો સાર કાઢીયે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષોના અસંતુષ્ટ જૂથોએ પણ પાછલા બારણેથી કેજરીવાલની સભામાં વધુને વધુ જન્મેદની એકઠી કરવા માટે સફળ પ્રયત્ન કર્યા હતા.

જનમેદનીથી જગત મંદિર છલોછલ
સવારે 11.00 વાગ્યેથી જગત મંદિરનું પરિસર આમ આદમીની જનમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તો આ બધું ક્યાંથી, કેવી રીતે, અને કોના રાજકીય મોટા માથાઓના આશીર્વાદથી માળખું ઊભું થયું તેનો અભ્યાસ કરવો રાજકીય પક્ષો માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર તથા કચ્છ સહિતના સૌરાષ્ટ્રના લોકોની ઉપસ્થિતિ જાહેર સભામાં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...