ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા:ખંભાળિયાના લોકમેળા બાદ વ્યાપક ગંદકીના ગંજ; અબોલ પશુઓ ગંદકી ખાતા ગૌ પ્રેમીઓમાં રોષ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં તાજેતરમાં ચાર દિવસનો શિરેશ્વર લોકમેળો પૂર્ણ થયો હતો. શીરુ તળાવના આ લોકમેળામાં ભારે વિવાદ તેમજ ઉઘાડી લૂંટ વચ્ચે ગ્રામ પંચાયતની અનેક નબળાઈઓ છતી થઈ છે. આટલા મોટા આયોજન તથા ગ્રામ પંચાયતને સાંપળેલી તોતિંગ રકમની આવક વચ્ચે સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મેળાના સ્થળે ડસ્ટબિન મૂકવામાં ન આવતા ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યાં હતાં. જે બાબતે લોકોમાં ભારે ટીકા થઈ હતી.

આ લોકમેળામાં પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના પ્લાસ્ટિકનો છડેચોક ઉપયોગ થયો હતો. એટલું જ નહીં મેળાના દિવસોમાં સમયસર આ ગંદકીનો નિકાલ પણ થયો ન હતો. ભારે દેકારા સાથે ગ્રામ પંચાયત તંત્રના કાન આમળવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું.

મેળામાં કચરાનો વ્યવસ્થિત નિકાલ ન થતા ગાય સહિતના અબોલ પશુઓ આવી ગંદકી તથા પ્લાસ્ટિક ખાતા જોવા મળ્યાં હતાં. જેથી ગૌ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી. આ બાબત સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...