સ્થાનિક લોકો ત્રાહીમામ:કલ્યાણપુરના ભાટીયામાં પાણીનો કકળાટ, પખવાડિયે પાણી વિતરણ

ભાટીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ દાયકાથી પાણી વિતરણ વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી હોવાનો જનાક્રોશ
  • પાણીના સંગ્રહ માટે પૂરતી સ્ટોરેજ ક્ષમતાના અભાવથી વિતરણ વ્યવસ્થાને વ્યાપક અસર: ગૃહિણીઓમાં દેકારો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પંથકના ભાટીયાના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ દર 15થી 20 દિવસે લોકોને પાણી મળે છે.સરકારી નીયમ ધારાધોરણો પ્રમાણે દર બે દિવસે પાણી વિતરણ થવુ જોઈએ, દરેક વ્યકિત દિઠ મીનીમમ ૭૦ લીટરના દૈનીક ઉપયોગ પ્રમાણે પુરવઠો મળવો જોઈએ .પરંતુ ભાટીયા વિસ્તારમા આવતુ પાણી સંપ સુધી તોપહોચેં છે પરંતુ નાગરીકોના ઘર સુધી પુરતુ પહોચતુ ન હોવાનો આક્રોશ સ્થાનિક લોકો વ્યકત કરી રહયા છે.

બીજી બાજુ ભાટીયામાં પાણી વ્યવસ્થા ધીરે ધીરે અધોગતિ તરફ જઇ રહી છે એવુ ચિત્ર જોવા મળે છે.લગભગ દોઢેક દશકા પુર્વે ગ્રામપંચાયત દર ત્રણ દિવસે પાણી આપતી ત્યારબાદની પંચાયત સાત-આઠ દિવસે જે બાદ દસથી બાર દિવસે પાણી આપતા હતા. હવે તો છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયત દ્રારા મિનીમમ પંદર દિવસે અને વધારેમા વધારે એક મહીના સુધીમા માત્ર એક વખત પાણી વિતરણ કરે છે એવો આક્રોશ લોકો વ્યકત કરી રહયા છે.

ભાટીયા વિસ્તારમાં પાઇતલાઈનોનુ નેટવર્ક,પાણી મેનેજમેન્ટ માટે પાણી સમિતિ છે તથા પુરતો સ્ટાફ છે.અગાઉની સરખામણીએ ખુબ જ વધુ પાણી વિતરણ માટેના સંસાધનો પણ છે.બીજુ પાણી પુરવઠા વિભાગ દ્રારા એવુ કહેવાયુ છેકે, દરેક નાગરીકને ૭૦ લીટર હીસાબે જથ્થો ફાળવાય એવી નેમ રાખવામા આવે છે.જો કે પાણી સમાવવા માટે પુરતા સ્ટોરેજ વ્યવસ્થા નો અભાવ છે.પરંતુ ચાલુ લાઈનો હોય ત્યારે વિતરણ પણ ચાલુ હોય એટલે તે સમસ્યાને નિવારી શકાય.

ભાટીયામાં પાઇપલાઇન પર વાલ્વ મુકવામાં આવ્યા છે જે પૈકી અમુક વાલ્વ ખોલી પાણી વિતરણ કરાય છે જેમાં એવુ બહાનુ અપાય છેકે,પાણી પહોચતુ નથી એટલે વધારે સમય ખૂલ્લો રાખવો પડે છે.દરરોજ એક કલાક પાણી આપવાના બદલે 15 દિવસે 5 કલાક આપવામાં આવે છે.આ સિવાય અમુક ભુતિયા કનેકશનો પણ કારણભૂત હોવાનુ ચર્ચાય છે. ભાટીયાની પાણીની સમસ્યા ખુબ જ ઘેરી બનતી જાય છે અને તે માટે ન તો ગ્રામ પંચાયત દ્રારા કે પાણી પુરવઠા વિભાગ કે અન્ય કોઈ દ્રારા કોઈ જ પ્રકારના પગલા લેવામા આવતા નથી એવો આક્રોશ સ્થાનિક લોકો વ્યકત કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...