પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રહીશ એવા વાલાભાઈ લાખાભાઈ ગઢવી નામના 66 વર્ષના વૃદ્ધે થોડા સમય પૂર્વે તેમના વતનથી દ્વારકા સુધી ચાલીને જવાનો નિર્ધાર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ભગવાન દ્વારકાધીશના આદેશ મુજબ દેશની રક્ષા તેમજ સૈનિકોની રક્ષા માટે પાછા પગે ચાલીને નીકળ્યા છે. વાલાભાઈ લાખાભાઈ ગઢવી આજરોજ ખંભાળિયા આવી પહોંચતા અહીંના આગેવાનો, કાર્યકરો દ્વારા તેમનું ફૂલહારથી સન્માન કરાયું હતું.
આ ઉપરાંત અત્રે જિલ્લા પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા પણ તેમને રેડિયમ બેલ્ટ તથા સ્ટીકર લગાડી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધાર્મિકતા સાથે દેશ અને સામાજિક સેવાના ઉમદા આશય સાથે પાછા પગે નીકળેલા આ પદયાત્રીની આ અનેરી ધાર્મિકતા અને સેવા ભાવનાથી સૌ લોકો પ્રભાવિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.