મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન:દેવભૂમિ દ્વારકામાં આવતીકાલે વોકેથોન; મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર દ્વારા આયોજન

દ્વારકા ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જેમાં દિવ્યાંગોથી લઈને 80 વર્ષના વૃદ્ધો પણ મતદાન કરવાનો જુસ્સો બતાવી રહ્યાં છે. તે મુજબ દેવભૂમિ દ્વારકામાં પણ લોકો મતદાન કરવા જાય તે માટે તંત્ર દ્વારા એક અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને નૈતિક રીતે મતદાન કરી, લોકશાહીના આ પાવન અવસરમાં ભાગીદાર થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા શનિવાર તા. 26 નવેમ્બરના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે સવારે 8થી 9 કલાક દરમિયાન વોકેથોનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ વોકેથોનમાં જોડાઈને અન્યને પણ મતદાન કરવાની પ્રેરણા આપે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...