રસ્તાઓ બંધ હોવાથી ગ્રામજનોને હાલાકી:ખંભાળિયા નજીક વાહનો રોંગ સાઈડમાં પૂરપાટ દોડે છે; જીવલેણ અકસ્માત થવાની સંભાવના, સ્થાનિકોની આંદોલનની ચીમકી

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામથી કુરંગા સુધી નવો ફોર લેન્સ સી.સી. રોડ બનાવવામાં આવ્યો છે. રુપિયા 1,100 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ રસ્તાનું કામ મહદ અંશે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ખંભાળિયા તાલુકાના સોનારડી સહિતના મહત્વના એવા ગામોમાં સર્વિસ રોડ નહીં મૂકવામાં આવતા તેમજ અનેક ગામના રસ્તાઓ મુખ્ય રસ્તાથી બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.

લોકો 5-6 કિમી ફરવા મજબૂર
ખંભાળિયા તાલુકાના સોનારડીથી ચાર બારા ગામ તરફ જતા ગામના રાજાશાહીના વખતનો માર્ગને આ નવા સીસી રોડના કામમાં બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સોનારડી, ચારબારા, ગોઈંજ વિગેરે ગામે જવાનો રસ્તો તેમજ ખેડૂતોની અવર-જવર અને ઢોર ઢાંખરને લઈ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. આ ગામોમાં જવા માટે મુખ્ય માર્ગથી પાંચ છ કિલોમીટર ફરીને લોકોને જવું પડે છે. આ વચ્ચે ઉલ્લેખનીએ છે કે રાજાશાહીના વખતનો ઉપરોક્ત માર્ગ રેવન્યુ રેકોર્ડ પર પણ છે. અને નેશનલ હાઈવે ઓથોરિટીને જે-તે સમયે આ રસ્તો બનાવવા માટે સર્વિસ રોડ બનાવવાની શરતે તારીખ 26-06-2016ના પત્રથી શરતી મંજૂરી આપવામાં આવી હતી. જે શરત સ્વીકારીને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

અકસ્માત થવાનું જોખમ
કોન્ટ્રાક્ટરો દ્વારા સોનારડીથી ચારબારા જવા માટેના ચોક્કસ લોકેશન પરનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો નથી અને આવવા-જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવતા ખેડૂતો અવર-જવર કરી શકતા નથી કે ઢોરઢાંખરને લઈ જઈ શકતા નથી. આ ગંભીર મુદ્દે વિવિધ સંસ્થાઓ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા તેઓની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવી, આ મુદ્દે સંબંધિત તંત્રને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં અકસ્માત તેમજ જાનમાલની મોટી નુકસાની થવાની દેહશત વ્યક્ત કરી, આ ગામોમાં આવવા જવાનો માર્ગ ખુલ્લો કરાવી સર્વિસ રોડ બનાવી આપવાની રજૂઆત કરવામાં આવી છે. જો આ રસ્તો તાકીદે ખોલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સોનારડી ગામના સરપંચ અર્જુનસિંહ ભીખુભા જાડેજા તેમજ અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. આ નવા બનેલા હાઈ-વે માર્ગ પર ટ્રક સહિતના નાના-મોટા અનેક વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે. સર્વિસ રોડના અભાવે તેમજ રસ્તો બંધ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...