પરમાર્થ:ખંભાળિયામાં કાળઝાળ ગરમીમાં રેલ્વે ફાટક પાસે અનોખો જલ સેવા યજ્ઞ

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવા આનંદ ગ્રૃપ આવાગમન કરતા મુસાફરોને શિતળ જલ પીરસી કરે છે તૃપ્ત

ખંભાળિયામાં સેવા આનંદ ગ્રૂપ દ્વારા અનેરો જલ સેવા શ્રમયજ્ઞ કરી ભદ્ર સમાજને પૂરૂષાર્થ,સચ્ચાઇ અને સાદાઈનું પ્રેરણારૂપ દષ્ટાંત રજૂ કરવામાં આવી રહ્યું છે. જામનગર માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન સાતેક ટ્રેનો પસાર થતી હોય જે દરમ્યાન મોટા ભાગે આકાશમાંથી અગનગોળાની જેમ તાપ સાથે લુ ઝરતી હોય છે. ત્યારે બંધ ફાટક પાંચથી પચ્ચીસ મિનિટ સુધીના સમયમાં બંધ રહે છે.

ત્યારે વાહનોની લાંબી કતારોમાં મુસાફરો ગરમીથી બેબાકળા બની જતા હોય છે.સેવા આનંદ ગ્રૂપ દ્વારા મિનરલ વોટરના પરબના માધ્યમથી એસટી બસો સહિત અન્ય તમામ વાહનોની અંદર પણ જઇને મુસાફરોને શીતળ પાણી પીવડાવી શીતળતા અર્પવા સેવા કરતા 15 સેવાભાવીઓ સ્વંય આકરા તાપની પરાકાષ્ઠા સહન કરતા હોય છે. ગ્રૂપ દ્વારા કોઈ બેનર-મંડપ પણ બાંધવામાં આવેલ નથી.

દૈનિક એસીની સંખ્યામાં મિનરલ વોટર જગનું સૌજન્ય દાખવનારા દાતાના પરિવારના મહિલા બાળકો-સદસ્યો દ્વારા જાત મહેનત દ્વારા કોઈ પબ્લિસિટી વગર પાણી વિતરણની સેવા આપવામાં આવે છે. જેમાં સેવામાં નિવૃત દુલા મારાજ સહિત પંદરેક સેવાભાવીઓ સેવા આપી રહ્યા છે. પ્રારંભ બે માસ પૂર્વે1 એપ્રિલથી કરાયો અને વરસાદ પૂર્ણ પણે વરસે નહિ એ સમય સુધી કાર્યરત રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...