શોધખોળ યથાવત:દેવભૂમિ દ્વારકાના મોટા આસોટા ગામના તળાવમાં અજાણ્યો યુવક ડુબ્યો, શોધખોળ

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડ-NDRF દ્વારા પાણીમાં લાપતા યુવકને શોધવા કામગીરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામના તળાવમાં તાજેતરમાં વરસાદી પાણી ભરાયા છે.જે તળાવમાં સોમવારે એક પરપ્રાંતીય મજુર પાણીમાં ડૂબી ગયો હોવાના બનાવના પગલે તંત્ર ધંધે લાગ્યું હતું. જેની મોડી સાંજ સુધી શોધખોળ યથાવત રહી છે.

આ ઘટનાની જાણ થતા મામલતદાર ,ટીડીઓ, પોલીસ તથા ખંભાળિયા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તંત્રની જુદી જુદી ટીમો પણ મોટા આસોટા ગામે ડૂબી જનારની મૃત શરીર કાઢવા કવાયત હાથ ધરી હતી.જે દરમિયાન ચાર કલાક સુધી પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો પતો ન મળતા એનડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી.

જે દરમિયાન મોડીસાંજે સાત વાગ્યા સુધીમાં જુદી જુદી ટીમો દ્વારા સધન શોધખોળ વચ્ચે પણ પાણીમાં ગરકાવ યુવાનનો પતો સાંપડયો ન હોવાનુ પણ બહાર આવ્યુ છે. આ બનાવને પગલે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...