ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સ્થાનિક પીજીવીસીએલના કચેરીના સંકલનથી ખંભાળિયાના ટાઉનહોલ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @2047 કાર્યક્રમનું જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકેકલેક્ટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું કે, વીજળીએ લોકો માટે પાયાની જરૂરિયાત છે. પહેલાના સમય કરતાં હાલમાં વીજળીનું ઉત્પાદન વધ્યું છે જેથી કરી દરેક ઘરને વીજળી મળી રહે છે. સરકાર દ્વારા સોલાર રુફટોપ યોજના લાવવામાં આવી છે. જેના કારણે ૨૪ કલાક વીજળી મળી રહે. આ યોજનાનો પણ વધુમાં વધુ લોકોએ લાભ લેવો જોઈએ. આ ઉપરાંત જ્યોતિગ્રામ યોજના હેઠળ પણ ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવી રહી છે.
આપણે સંકલ્પ કરીએ કે, વીજ ચોરી નહિ કરીએ તેમજ બિનજરૂરી પંખા, લાઈટ ચાલુ રાખીશું નહિ. વિદ્યુત વિભાગની સારી કામગીરી બદલ સમગ્ર ટીમને બિરદાવી હતી.આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર વર્તુળની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નુકકડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.