યુવાનો દરિયામાં ડૂબ્યાં:બેટ દ્વારકાની હાજી કિરમાણીની દરગાહ પાસે બે યુવાન ડૂબ્યા; એક યુવાનનો મૃતદેહ મળ્યો, અન્ય એક યુવાન લાપત્તા

દ્વારકા ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રખ્યાત યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત હાજી કીરમાણીની દરગાહ પાસે આજે સવારે બે યુવાન દરિયામાં કોઇ કારણોસર પડી ગયા બાદ ડુબી ગયા હતા. ત્યારે સ્થાનિક દ્વારા તપાસ કરાતા બપોરના સમયે એક યુવાનનો મૃતદેહ દરીયામાંથી મળી આવ્યો હતો. જ્યારે આજ સાંજ સુધીના સમયમાં બીજો યુવાન હજુ પણ લાપત્તા છે. બંને યુવાન જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

દ્વારકા જિલ્લાના બેટદ્વારકા પાસેની હાજી કીરમાણીની દરગાહ પાસે આવેલ દરિયામાં આજે જામનગરમાં રહેતા મહંમદ હમજા તથા અમેજ પટ્ટણી નામના બે યુવાનો દર્શન કરવા આવ્યા બાદ કોઇ કારણોસર દરિયામાં ડૂબી ગયા હતા. ત્યાં હાજર લોકોએ બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમ છતાં બંને યુવાનો દરિયાઇ મોજામાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી આજે બપોરે મહંમદ હમજા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બીજા યુવાન અમેજ પટ્ટણીનો આજ સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...