દ્વારકા પોરબંદર રોડ પર ભીમપરા ગામના પાટિયા પાસે દ્વારકાથી રાજકોટ પરત ફરતી વખતે સેન્ટ્રો કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં કાર રોડ પરથી નીચે ખાબકી હતી. કારમાં બેઠેલા સવાર લોકો પૈકી બે લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.
જે ધટનાની જાણ હાઇવે ઓથોરીટી હેલ્પલાઇન નંબર 1033માં કરાતા, હાઇવે ઓથોરીટી ટોલ પ્લાઝાના મેનેજર પબુભા એભાભા કાજરા તથા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી તમામ ઘાયલ લોકોને દ્વારકા સીવીલ હોસ્પિટલ પર સારવાર અર્થે તથા મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતા.
બે ઘાયલ પૈકી એકની હાલત ગંભીર જણાઇ રહી હોવાથી બંને ઘાયલોને જામનગર વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. આ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સેન્ટ્રો કારની અંદર બેઠેલા લોકોનું નામ અજય, દીપક, લાલો અને સાગર હોવાનું જાણવા મળેલું છે. જે પૈકી દીપક અને લાલાનું મોત થયા હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.