• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Two Persons Arrested With Quantity Of Foreign Liquor From Kalyanpur's Khakharda Area; Rs. More Than 42 Thousand Items Were Seized

દારૂના વેપલા પર પોલીસની તરાપ:કલ્યાણપુરના ખાખરડાની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા; રૂ. 42 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે કરાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રૂ. 42 હજારથી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં અન્ય એક શખ્સનું પણ નામ ખૂલતાં તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

દારૂના જથ્થા સાથે બેની ધરપકડ
​​​​​​​કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની પાનોર સીમ વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ ગોજિયાને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સરકારી ખરાબામાં બાવળની ઝાડીમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 42 હજાર 400ની કિંમતની 106 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ખાખરડા ગામના જયપાલસિંહ સતુભા જાડેજા અને જશુભા મનુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ જાડેજા નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...