હત્યાના આરોપી સામે કડક પગલાં:ભાણવડમાં સગા બનેવીની હત્યા નીપજાવનાર બે સાળાઓ જેલ ભેગા

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાણવડ પંથકના ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે પકડેલા આરોપી એવા 2 શખ્સોને અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ ચકચરી બનાવની વિગત મુજબ 2 દિવસ પૂર્વે ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પાલા રાજા સાદીયા નામના યુવાન સાથે બોલાચાલી બાદ તેમના 2 સગા સાળાઓ ગોવિંદ નથુ ખરા અને અરવિંદ નથુ ખરાએ કુહાડી વડે માર મારી, મોત નિપજાવતા હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની દ્વારા તેણીના સગા ભાઈઓ સામે હત્યાનો ગુનો નોં​​​​​​ધ્યો હતો.

આરોપી શખ્સો દ્વારા પોતાની સગી બહેનને પણ મારી નાખવાના ઇરાદે ગેડીયાનો ઘા મારી, ગંભીર ઈજાઓ કરવા સંદર્ભે ભાણવડ પોલીસે મનુષ્યવધ સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી ગુરુવારે બંને શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ શખ્સોએ હત્યા સહિતના ગુનામાં ઉપયોગમાં લીધેલા કુહાડા તથા ગેડીયો પોલીસે કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આ બંને શખ્સોને તપાસનીસ પી.એસ.આઈ. પી.ડી. વંદાએ ગઈકાલે શુક્રવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે બંને શખ્સોને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...