લોખંડ ચોરો પોલીસના સકંજામાં:ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરીના પ્રકરણમાં બે ઝડપાયા; રૂ. 41 હજારના લોખંડના રોલર કબજે કરાયા

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી એસ્સાર બ્લક ટર્મિનલ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે કોઈ તસ્કરો દ્વારા રૂપિયા 3.50 લાખની કિંમતના લોખંડના જુદા જુદા પાર્ટસની ચોરી થવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે યોગ્ય કાર્યવાહી કરતાં બે શખ્સોની અટકાયત કરી છે.

41 હજારના લોખંડના રોલર પણ કબજે કર્યા
આ પ્રકરણના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા ઈબ્રાહીમ ઇસ્માઈલ સુમરા તથા મોટા માંઢા ગામના પરેશ વાલજીભાઈ ચાવડા નામના બે શખ્સોની અટકાયત કરાઈ હતી. જેમાં શખ્સોને આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત ચોરીની કબુલાત કરી હતી. જે સંદર્ભે પોલીસે રૂપિયા 41હજારના લોખંડના રોલર પણ કબજે કર્યા હતા.

વિવિધ પોલીસ કર્મીઓ દ્વારા કાર્ય કરાયું
એલસીબી પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી, વધુ તપાસ માટે ખંભાળિયા પોલીસને સોંપ્યા છે. આ સમગ્ર કાર્ય એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બીએમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.એસ. ચૌહાણ સાથે એ.એસ.આઈ. સજુભા જાડેજા, વિપુલ ડાંગર, ભરત ચાવડા અને અજીત બારોટ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...