LCB પોલીસની કાર્યવાહી:જામ જોધપુરના દારૂ પ્રકરણમાં સાડા ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓને દબોચી લેવાયા

દ્વારકા ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો મળી આવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આશરે સાડા ત્રણ વર્ષ પહેલાના આ પ્રકરણમાં જે-તે સમયે ભાણવડ તાલુકાના ધ્રામણીનેસ વિસ્તારમાં રહેતા માલધારી વજુ ગલા મોરી અને રબારી ડાયા દેવા મોરી નામના બે શખ્સોના નામો ખુલ્યા હતા. પરંતુ તે બંને પોલીસને હાથ લાગ્યા ન હતા.

ત્રણ વર્ષથી ફરાર બૂટલેગરો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ભાણવડના રાણપર વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. કિશોરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા તથા દેવાભાઈ મોઢવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત બંને શખ્સોને આ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જેની પોલીસે અટકાયત કરી, વધુ તપાસ અર્થે જામજોધપુરના શેઠ વડાળા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...