રજુઆત:ડીઝલના આર્થિક ભારણથી ઓખાની બારસો બોટો બંધ છે : માછીમારો

ડાલડાબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબસીડી માટે મુકત બજારના બિલને માન્યતા અપાય તેવા પરીપત્રમાં ફેરફારની માંગણી
  • માછીમારોને મુકત બજારના ડીઝલ પર સબસીડી ન અપાતા ભારે આક્રોશ , રજુઆત કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ સહિત રાજયના માછીમારોને મુકત બજારમાંથી મળતા ડીઝલ પર સબસીટી ન અપાતા માછીમારોએ આર્થિક ભારણનો આક્રોશ વ્યકત કર્યો છે . જો મુકત બજારના માન્ય પંપના બીલો સબસીડી માટે માન્ય રહે તેવો પરીપત્રમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે . ઓખા બંદર પર હાલ અડધોઅડધ લગભગ બારસો જેટલી બોટો બંધ થઇ હોવાનુ પણ માછીમારોએ જણાવી ઉકત ફેરફારથી માછીમાર ઉઘોગ ચેતનવંતો થઇ શકે એમ ઉમેર્યુ છે . સરકારના પરીપત્ર મુજબ સહકારી માછીમાર મંડળીના ડીઝલ બીલ જ સબસિડી માટે માન્ય રાખવામાં આવે છે. જેમાં માછીમારોને મુક્ત બજારના ભાવ કરતાં પોણા ચાર રૂપિયા લીટર પર વધારે ચુકવી ફરજિયાત મંડળીમાં થી જ લેવું પડે છે જેથી સબસિડીનો પુરેપુરો લાભ મળતો નથી .

જેકારણે માછીમારને કરોડોનો ફાજલ ખર્ચે થાય છે એવો સુર ઓખામંડળના માછીમારોએ વ્યકત કર્યો છે . જો સરકારમાંથી મળતા સબસીડીવાળા ડીઝલ માટે મુક્ત બજારના સરકાર માનય પંપના બીલ માન્ય રાખવાનો સામાન્ય ફેરફાર કરે તો માછીમારોના કરોડો રૂપિયા બચી જાય તેમ છે . સરકારને એક પણ રૂપિયાનુ ભારણ આ ફેરફારના હિસાબે થાય તેમ નથી એમ પણ કહ્યુ છે . ત્યારે બાબતે વહેલી તકે નીવારણ લાવે તેવી સમગ્ર માછીમારોની માંગ ઉઠી છે . ઓખા પંથકના માછીમારોની અડધોઅડ લગભગ 1200 બોટો ઓખાબંદર પર બંધ થઈ ગઈ છે . જો આ ફેરફાર કરવામાં આવે તો આ બોટો ફરી થી ચાલું થાય તેમ છે . ત્યારે સરકાર દ્વારા માછીમારોના હિતમાં યોગ્ય નિર્ણાયક અમલવારી કરાવવા માછીમાર સમાજે ભારપુર્વક માંગણી કરી છે .

અન્ય સમાચારો પણ છે...