• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Trained Staff Recruited For MCMC Operations In Dwarka; Training Was Given Under The Chairmanship Of District Election Officer And District Collector

વિધાનસભાની ચૂંટણીની તૈયારી:દ્વારકામાં MCMCની કામગીરી માટે નિમણૂંક કર્મચારીઓને તાલીમ અપાઈ; જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલીમ અપાઈ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમ.સી.એમ.સીની કામગીરી માટે નિમણૂંક કરવામાં આવેલા કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલીમ આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકીય જાહેરાતોના સર્ટીફિકેશન માટે તથા પ્રચારના માધ્યમો પર પેઈડ ન્યૂઝ પ્રદર્શિત કે પ્રસારિત કરવા પર નિયંત્રણ રાખવા અંગે એમ.સી.એમ.સી.ની કામગીરી માટે નિમણૂંક કરવામાં આવેલા કર્મચારીઓ તેમજ ફરિયાદ પર દેખરેખ નિયંત્રણ માટે કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર પર ફરજ અંગેના કર્મચારીઓને તાલીમ આપી હતી.

જેમાં તેમણે શું ફરજ બજાવવાની છે તે અંગે માહિતગાર કરાયા હતા. આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થાબેન ડાંગર, નોડલ ઓફિસર આદર્શ આચાર સંહિતા અમલીકરણ, હેલ્પલાઇન તથા ગ્રીવન્સિસ રિડ્રેશલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર તેમજ એમ.સી.એમ.સી. સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...