દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયાના હર્ષદપુરમાં એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવતા જુદા જુદા મોબાઇલ સહિત રૂ. 17,500ની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યોછે. ખંભાળીયાના હર્ષદપુર વિસ્તારમાં વ્યાસ પરોઠા હાઉસની સામે રહેતા ફરિયાદી જયસુખભાઈ હરદાસભાઈ નકુમના રહેણાંક મકાનની બારીએથી કોઈ અજાણ્યા તસ્કર અંદર ધુસ્યા હતા
જે બાદ રૂમના કબાટમાં રાખેલુ પર્સ જેમાં અંદાજે રૂ.9000 તથા એક સાદો મોબાઈલ ફોન તથા સક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી કુલ રૂ.17500ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.ચોરીના આ બનાવ મામલે જયસુખભાઇનીફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખસ સામેગુનો ધીતેનીશોધખોળ હાથધરીછે. ઘરફોડ ચોરીના આ બનાવને પગલે પોલીસે મકાન ધારકની ફરિયાદના આધારે ગુનો નોંધી રહેણાંક મકાનમાં હાથફેરો કરનારા તસ્કરને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.