સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં શારદાપીઠ શંકરાચાર્ય મઠમાં ગુરૂગાદી ખાતે સનાતન ધર્મોધારક ભગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતી નિમિત્તે વૈશાખ સુદ પાંચમ તા.06/05.શુક્રવારના ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પૂજન તથા ભગવાન દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહરણ બ્રહ્મચારી નારાયણાનંદજીની નિશ્રામાં ઉજવામાં આવશે.
આજથી 2530 વર્ષ પૂર્વ ભગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીનો અવતાર ભારતના કેરલ પ્રદેશમાં થયો હતો. તે એક એવો સમય હતો જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ વિપરીત સંસ્કાર ઉત્પન્ન થવા લાગ્યા હતા. કલયુગના પ્રભાવને કારણે માનવ વિપરીત દિશામાં ચિંતન કરવા લાગ્યા હતા.પાખંડીઓએ યજ્ઞના નામ ૫૨ શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંધન કરવાનું શરૂ કરી દીધું હતું. ધર્મ પતિવર્તનને જ ધર્મ માની લેવામાં આવ્યો હતો. વેદ વિરૂદ્ધ મતોનો જન્મ થવા લાગ્યો હતો. કલ્યાણના પથ પર ચાલવાવાળા લોકો ભ્રમિત થઈ રહ્યા હતા આવી પરિસ્થિતિ માં દેવાદિદેવ મહાદેવ જ આદ્યશંકરના રૂપ માં અવતરિત થયા.
આદ્યશંકરએ તાત્કાલિક 72 મતો નું ખંડન કરી ચાર મઠોની સ્થાપના કરી વેદની રક્ષા માટે ચાર મઠોને એક એક વેદ પ્રદાન કર્યા. ચાર મઠોમાં ચાર ચંદ્રમૌલીશ્વર મહાદેવના પુજનનું વિધાન કર્યું. વેદાંત સિદ્ધાંતની રક્ષા માટે એમને પ્રસ્થાનત્રયી, ૫૨ ભાષ્ય લખી આપણા જીવનકાળમાં ભારતમાં છવાયેલ અંધકારને એમને પ્રકાશમાં બદલી નાખ્યો . પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શનના સિદ્ધાંતનું પાલન કરી એમને ભારતની અખંડતા બનાવી રાખવામાં અદ્વીતીય ભુમિકાનું નિવર્તન કરી કાશ્મીરમાં સર્વજ્ઞ પીઠારોહણ કરીને એમની અલૌકિકતાનો પરિચય આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.