ફુટ પેટ્રોલિંગ:જામસલાયામાં મહોર્રમ પર્વને અનુલક્ષી ચૂસ્ત બંદોબસ્ત તૈનાત

સલાયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા પોઇન્ટ પર સ્ટાફ ગોઠવાયો,પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરાયું

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીક સલાયામાં મહોરમ પર્વ સાથે શ્રાવણ માસને અનુલક્ષીને પોલીસ દ્વારા સધન બંદોબસ્ત તૈનાત કરાયો છે. સાથો સાથ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરાયુ હતુ. સલાયામાં મુસ્લીમ ધર્મનો તહેવાર મહોરમ તથા શ્રાવણ માસની ઉજવણી થઇ રહી છે.

જેના પગલે મરીન પોલીસ દ્વારા તમામ મુખ્ય પોઇન્ટ તથા સમગ્ર ગામમાં સધન બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ગત વર્ષે પોલીસ તથા ટોળા વચ્ચે અથડામણ થઇ હતી જેમાં પોલીસના વાહનોને વ્યાપક નુકશાન થયુ હતુ.જે અનુભવને ધ્યાને લઇ ઉચ્ચ પોલીસ અમલદારોની નિગેહબાની હેઠળ સમગ્ર ગામમાં પોલીસનુ સધન પેટ્રોલિંગ કરવામાં આવે છે.તેમજ શાંતિ સમિતિનુ ગઠન કરી પ્રજાના સહકારથી તહેવારો શાંતિથી ઉજવાઇ તેવા પ્રયાસો સ્થાનિક પીઆઇ અક્ષય પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...