દેવભૂમિ દ્વારકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:ખંભાળિયાના ત્રણ અને દ્વારકાના બે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા; કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ખંભાળિયા વિધાનસભામાં ત્રણ અને દ્વારકા વિધાનસભામાં બે ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે.

કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81-ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ફોર્મ ચકાસણી બાદ કુલ 14 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી હીરબાઈ ગઢવી, મુસ્તાક સોઢા તથા આર.એન. રાજ્યગુરુએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. આ ત્રણ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

દ્વારકામાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા
​​​​​​​
આ જ રીતે 82-દ્વારકા બેઠક માટે તુષાર હાથલીયા અને રાકેશ નકુમ નામના બે ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જેથી હવે દ્વારકામાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આમ, જિલ્લામાં ખંભાળિયાના 11 તથા દ્વારકાના 13 મળી કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ ઉમેદવારોને પ્રતિક ફાળવણી તેમજ બેલેટ પેપર છપાવણી અંગેની કાર્યવાહી જિલ્લા ચૂંટણી અધિકારીના નિદર્શન હેઠળ ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા દ્વારકાના પાર્થ તલસાણીયા દ્વારા કરવામાં આવી રહી છે.

81-ખંભાળિયા બેઠક માટે માન્ય ઉમેદવારોની નામાવલી

  1. મુળુ બેરા-ભાજપ
  2. વિક્રમ માડમ-કોંગ્રેસ
  3. ગોવિંદ સોલંકી-બસપા
  4. ઈસુદાન ગઢવી-આમ આદમી પાર્ટી
  5. લખુ છેતરિયા-ગુજરાત નવનિર્માણ સેના
  6. બુખારી યાકુબ મહમદ હુશેન-AIMIM
  7. ઈબ્રાહીમ ઘાવડ-અપક્ષ
  8. કરસન જેશા નાગેશ-અપક્ષ
  9. નુરમામદ જુસબ પરીયાણી-અપક્ષ
  10. મંજુબેન પિંગળ-અપક્ષ
  11. વાલા હમીર મકવાણા-અપક્ષ​​​​​​​

82-દ્વારકા બેઠક માટે માન્ય ઉમેદવારોની નામાવલી

  1. મુળુ કંડોરીયા-કોંગ્રેસ
  2. પબુભા માણેક-ભાજપ
  3. ચંદ્રસિંહ હાથલ-બસપા
  4. પરમાણી કિશનકુમાર-ગરવી ગુજરાત પાર્ટી
  5. માડમ નાથા ફોગા-ગુજરાત નવનિર્માણ સેના
  6. લખમણ બોઘા નકુમ-આમ આદમી પાર્ટી
  7. હમીર ડેર-સમાજવાદી પાર્ટી
  8. અસરફમિયા કાદરી-અપક્ષ
  9. કિશોર ચાવડા-અપક્ષ
  10. ઘેડિયા અમિત-અપક્ષ
  11. દેવેન્દ્ર માણેક-અપક્ષ
  12. નાગશ કરશન-અપક્ષ
  13. ભગવાનજી થોભાણી-અપક્ષ
અન્ય સમાચારો પણ છે...