ઓખાના દરિયામાંથી પાકિસ્તાન સરહદ નજીકથી પખવાડિયા પૂર્વે કોસ્ટ ગાર્ડ તથા ATS દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં 'અલ સોહેલી' નામની એક ફિશિંગ બોટમાંથી આશરે રૂપિયા 280 કરોડની કિંમતનું ડ્રગ્સ સાંપડ્યું હતું.
આ બોટમાંથી પોલીસે 10 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા. આ તમામ શખ્સોને ATS દ્વારા ઓખાની અદાલતમાં રજૂ કરી, પ્રથમ 12 દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ તમામ શખ્સોની રિમાન્ડ પૂર્ણ થતા ગઈકાલે સોમવારે સાંજે આરોપીઓને ઓખાની જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.