ફરિયાદ:દ્વારકામાં માછીમારી માટે ન લઇ જતા યુવકને ધમકી

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છોડાવવા પડેલાને પણ મુંઢ માર પડ્યો
  • બે અજાણ્યા સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ

દ્વારકા શહેરમાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી સલીમ મામદ કટીયા નામનો યુવાન માછીમારી કરવા આરોપી મહેશ પીઠડીયાને સાથે લઈ જતા ન હોય આ બાબતનો ખાર રાખી આરોપી મહેશએ ફરિયાદી સલીમને ભૂંડી ગાળો આપી આરોપીઓ મહેશ તથા સુનિલ સુરેન્દ્રસિંહ કેર તથા અન્ય બે અજાણ્યા શખ્સો ભેગા મળી ફરિયાદી સલીમના મોટા ભાઈ સાહેદો ઈમ્તિયાઝભાઈ તથા આમીનભાઈ વચ્ચે પડતા ઉપરોક્ત તમામ આરોપીઓએ સાહેદોને મુંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

એટલું જ નહીં આરોપી મહેશ તથા સુનિલનાઓ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે સાહેદો ઉપર હુમલો કરી બન્ને સાહેદોને ઇજાઓ પહોચાડી આરોપી મહેશએ ફરિયાદી સલીમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે સલીમ કટીયાની ફરિયાદ પરથી ઉપરોક્ત બે અજાણ્યા ઈસમો સહિત 4 સામે પોલીસે ગુન્હો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...